રશિયામાં વેગનર જૂથના વડા યેવગેની પ્રિગોઝિન રોસ્તોવ-ઓન-ડેન શહેરમાંથી નીકળ્યા પછી ક્યાં ગયા તે અંગે કોઈ જાણતું નથી. આ મુદ્દે મધ્યસ્થી કરનાર બેલારુસે પણ યેવગેની અંગે જાણકારીનો ઇનકાર કર્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, યેવગેનીને શનિવારે મોસ્કોથી લગભગ 500 કિમી દૂર સ્થિત વોરોનેઝ શહેરના પરમાણુ ભંડારને કબજે કર્યો હતો. જે બાદ રશિયા સેના બચાવની સ્થિતિમાં આવી ગઇ હતી અને પુતિને વાતચીત માટે સહમત થવું પડ્યું. તે પછી બેલારુસના રાષ્ટ્રપતિ એલક્ઝાન્ડર લુકાશેન્કોએ પ્રિગોઝિનને સમાધાન માટે સમજાવ્યા હતા.
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, યેવગેનીની ‘મોસ્કો જસ્ટિસ માર્ચ’ માત્ર ધ્યાન ભટકાવવા માટે હતી. તે ક્યારેય મોસ્કો જવા માંગતા ન હતા, તે માત્ર વોરોનેઝમાં પરમાણુ ભંડાર સુધી પહોંચવા માંગતા હતા. જ્યારે પરમાણુ હથિયારો મળી આવ્યાં તો તેણે ઓપરેશન બંધ કર્યું હતું. બીજી તરફ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને દાવો કર્યો છે કે, રશિયામાં વેગનરનો મામલો હજુ ખતમ નથી થયો છે.
રશિયા એક્શનમાં : યેવગેની સામેના કેસોની તપાસ શરૂ કરી
રશિયામાં સોમવારથી પુટિનની છબી પુનઃસ્થાપિત કરવાની ઝુંબેશ તેજ થઈ ગઈ. સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ પ્રથમ વખત લશ્કરી બેઠકોમાં દેખાયા હતા, જ્યારે પ્રિગોઝિને સોદાના ભાગ રૂપે તેમને દૂર કરવાની માંગ કરી હતી. તે જ સમયે, રશિયન એજન્સીઓએ પ્રિગોઝિન સામેના કેસોની તપાસ કરવાનું શરૂ કર્યું, ક્રેમલિને વચન આપ્યા પછી કે તેના પર કાર્યવાહી કરવામાં આવશે નહીં. રશિયાના પીએમએ લોકોને પુટિન સાથે એક થવાની અપીલ કરી. પુટિને ઉદ્યોગપતિઓના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ બેઠક તુલા શહેરમાં થઈ હતી, જે તેના દારૂગોળાના ડેપો માટે જાણીતું છે, જેને વેગનર લડવૈયાઓએ શનિવારે કબજે કર્યું હતું.