અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલવાના અને ટેરિફની ધમકી આપતાં રહી ઘણા દેશોના બિઝનેસ ડિલ કરવા મજબૂર કરવાનું ચાલુ રાખીને હવે ચાઈનાને ભીંસમાં લેવાના કરેલા નિવેદને અને અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ ડહોળાતાં અમેરિકી બજારો પાછળ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડી બાદ સામાન્ય ઉછાળા સાથે બંધ બંધ રહ્યું હતું.
યુક્રેન મામલે ફરી વિશ્વ પર યુદ્વનો ખતરો ઊભો થતાં અને ટ્રમ્પની આક્રમકતા અમેરિકાને પણ આર્થિક મોરચે મુશ્કેલીમાં ધકેલી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક ડામાડાળ સ્થિતિ વચ્ચે આજે સ્થાનિક સ્તરે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે ઉદ્યોગે આવક વૃદ્વિના નબળા અંદાજો બતાવી આઉટલૂક નબળું રજૂ કરતાં અને ટ્રમ્પના ચાઈનાને ભીંસમાં લેવાના ડેવલપમેન્ટે આઈટી ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટની આશંકાએ ફંડોએ આજે આઈટી શેરોમાં હેમરીંગ કર્યું હતું.
અમેરિકાના જીડીપી - ફુગાવાના ડેટા આવવાના હોવાથી રોકાણકારો હાલ બુલિયન માર્કેટમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી તેજીમાં પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.57% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.45% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેકસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4062 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2253 અને વધનારની સંખ્યા 1678 રહી હતી, 131 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.