Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈટલીના કેલેબ્રિયા કિનારે એક બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં નવજાત બાળક સહિત ત્રીસ શરણાર્થીઓનાં મોત થયાં હતાં. આ શરણાર્થીઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાકના હોવાનું કહેવાય છે. ઈટલીની ANSA ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, Staccato di Catro beach પર 28 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય મૃતદેહો દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


અનેક અહેવાલો અનુસાર બોટમાં 100 શરણાર્થીઓ હાજર હતા. આ તમામ ગેરકાયદેસર રીતે યુરોપ જઈ રહ્યા હતા. જેમાંથી 50ને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તુર્કી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાકથી શરણાર્થીઓ પાણી દ્વારા ઈટલી આવી રહ્યા હતા, ત્યારે ખરાબ હવામાનના કારણે બોટ એક ખડક સાથે અથડાઈ અને તેના બે ટુકડા થઈ ગયા.