Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇ-કોમર્સ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિને કારણે દેશના ઑનલાઇન રિટેલ માર્કેટનું કદ વર્ષ 2022ના $70 અબજથી વધીને વર્ષ 2030 સુધીમાં $325 અબજને આંબશે તેવી શક્યતા ડેલોઇટ ઇન્ડિયા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી દાયકામાં રિટેલ સેક્ટર ઑફલાઇન સેક્ટરને 2.5 ગણી ઝડપે આંબી જશે. આ રિપોર્ટમાં કરવામાં આવેલું અનુમાન ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઇકોમર્સમાં જોવા મળેલા ઝડપી ગ્રોથને કારણે છે જેનું પ્રદર્શન ઓડર્સની દૃષ્ટિએ ટિયર-1 માર્કેટ કરતાં પણ સારું રહ્યું હતું.

વર્ષ 2022માં કુલ ઓર્ડરમાં આ શહેરોનો હિસ્સો 60 ટકા હતો, જ્યારે ટિયર-3 શહેરોમાં ઓર્ડર વોલ્યૂમની દૃષ્ટિએ 65 ટકાનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો હતો તેમજ ટિયર-2 શહેરોમાં પણ 50% જેટલો ગ્રોથ નોંધાયો હતો. ઑનલાઇન રિટેલ સેક્ટરમાં કેટલાક પરિબળોને કારણે વૃદ્ધિ જોવા મળી છે. જેમાં ઓર્ડર કરવાની અને રિટર્ન આપવાની સુવિધા, 19,000 પિન કોડ્સમાં ફેલાયેલા મજબૂત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

ભારતમાં ઑનલાઇન ખરીદી કરતા 2 કરોડ 20 લાખ ગ્રાહકોનું જૂથ છે જે ઇ-કોમર્સ સેક્ટરના ગ્રોથને વેગ આપવા માટે ભૂમિકા ધરાવે છે. તદુપરાંત, સેક્ટરમાં પ્રાઇવેટ ઇક્વિટી તેમજ વેન્ચર કેપિટલ ફર્મ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં $23 અબજનું નોંધપાત્ર રોકાણ પણ જોવા મળ્યું છે. આવકમાં વૃદ્ધિ, મધ્યમવર્ગમાં વધારો તેમજ ઝડપી આધુનિકીકરણ જેવા પરિબળોને કારણે દેશના રિટેલ સેક્ટરનો ઝડપી ગ્રોથ શક્ય બનશે તે અંગે અમે આશાવાદી છીએ.