Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનું લક્ષ્ય હાંસલ કરવા માટે આગામી 10-12 વર્ષ દરમિયાન 80 લાખ રોજગારીનું સર્જન કરવું પડશે અને સાથે જ જીડીપીમાં પણ મેન્યુફેક્ચરિંગનો હિસ્સો વધારવો પડશે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંથા નાગેશ્વરને જણાવ્યું હતું કે આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્યાંક હાંસલ કરવા માંગીએ છીએ. જો કે કદ કરતાં પણ વધુ મોટો પડકાર એ છે કે આગામી 10-20 વર્ષનો માહોલ એટલો સાનુકૂળ નહીં હોય જેટલો છેલ્લા 30 વર્ષમાં રહ્યો છે.


જો કે કોવિડ બાદ જે રીતે ચીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વર્ચસ્વ જમાવ્યું છે, એ રીતે જ ભારતે આગામી 10-12 વર્ષમાં જીડીપીમાં તેના મેન્યુફેક્ચરિંગના હિસ્સાને સતત વધારવો પડશે. નાગેશ્વરને કોલંબિયા ઇન્ડિયા સમિટ 2025 દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આજના વિકસિત દેશોએ તેમની વિકાસની યાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી અને રોબોટિક્સ જેવા પડકારોનો સામનો કરવો પડતો નથી.પરંતુ ભારતને તેના કદને ધ્યાનમાં રાખતા આ પ્રકારના વિશાળ, જટિલ પડકારોને ઝીલવા પડે છે અને તેના કોઇ સરળ જવાબ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે એન્ટ્રી લેવલની નોકરી છીનવાઇ જાય તેવી શક્યતા છે અને સાથે જ આઇટી આધારિત નોકરી પણ ખતરા હેઠળ આવી શકે છે. AIની તાલીમ પણ આપવી જરૂરી બનશે.