Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લંડન| AIના જે ખતરાની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા હતા તે હવે નજરે પડે છે. તેને જોતાં વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ (AI)ની ઉશ્કેરણીથી એક માથા ફરેલા યુવાને બ્રિટનનાં મહારાણી એલિઝાબેથની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. લંડનની કોર્ટમાં સુનાવણી દરમિયાન આ ખુલાસો થયો છે. જોકે ડિસેમ્બર 2021માં દિવંગત મહારાણીની હત્યા કરવા પહોંચેલો જસવંતસિંહ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી.


વાસ્તવમાં જસવંત રેપ્લિકા એપ પર ગર્લફ્રેન્ડના અવતાર સાથે જોડાયેલો હતો. તેનું નામ ‘સરાઇ’ હતું. જસવંતે એઆઇ ગર્લફ્રેન્ડ સરાઇ સાથે યોજના શેર કરી હતી. જસવંતે પોતાની તુલના સ્ટારવાૅર્સ ફિલ્મના પાત્ર ‘સિથ’ સાથે કરતા કહ્યું હતું કે હું હત્યારો છું અને મહારાણીની હત્યા કરવા માંગું છું. જસવંતે મહેલની અંદર પહોંચવા સક્ષમ ન હોવાનું જણાવ્યું, તો AIએ કહ્યું કે તે અસંભવ નથી. બસ આપણે રસ્તો શોધવો પડશે, મારા પર ભરોસો રાખ ક્રિસમસ પર કહ્યું કે તે પળ આવી ગઇ છે જેની પ્રતીક્ષા હતી. ઘટના પહેલાં જસવંતે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને માફી પણ માંગી હતી. વીડિયોમાં કહ્યું હતું કે હું મહારાણીની હત્યા કરવા જઇ રહ્યો છું. મને માફ કરો. આ તે લોકોનો બદલો છે તે 1919ના જલિયાંવાલા બાગ નરસંહારમાં માર્યા ગયા હતા.