Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

14 વર્ષના વૈભવ સૂર્યવંશીની સદીની મદદથી રાજસ્થાન રોયલ્સને IPLમાં સતત 5 હાર બાદ જીત મળી. ટીમે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને બોલિંગ પસંદ કરી. ગુજરાતે 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. રાજસ્થાને 2 વિકેટના નુકસાન પર 16મા ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો.


ગુજરાત તરફથી શુભમન ગિલે 84 અને જોસ બટલરે 50 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી વૈભવે 101 અને યશસ્વી જયસવાલે 70* રન બનાવ્યા. મહિશ થિક્સાનાને 2 વિકેટ મળી. વૈભવ IPL અને T20માં ફિફ્ટી અને સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે 35 બોલમાં સદી ફટકારી. આ IPLમાં કોઈ ભારતીય ખેલાડીની સૌથી ઓછી બોલમાં સદી છે.

16મી ઓવરના પાંચમા બોલ પર, રાજસ્થાનના કેપ્ટન પરાગે વોશિંગ્ટન સુંદર સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જિતાડી. રિયાન યશસ્વી જયસ્વાલ સાથે 32 રન બનાવી અણનમ રહ્યો. યશસ્વીએ 70* રન બનાવ્યા.