Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલના બીજા દિવસે ભારતીય ટીમ 318 રનથી પાછળ છે. તેને ફોલોઓન કરવા માટે વધુ 119 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ સુધીમાં 151 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી છે. અજિંક્ય રહાણે 29 અને વિકેટકીપર કેએસ ભરત 5 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.


રવીન્દ્ર જાડેજા 48, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા 14-14 અને કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને આઉટ થયા હતા. કાંગારૂઓ તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન અને નાથન લાયને એક-એક વિકેટ લીધી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ ઝડપી હતી. શમી અને શાર્દૂલ ઠાકુરને બે-બે સફળતા મળી હતી તો જાડેજાએ 1 વિકેટ લીધી હતી

સ્ટીવ સ્મિથે બીજા દિવસની પહેલી જ ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. ટ્રેવિસ હેડે પણ 150 રનનો આંકડો પાર કર્યો હતો. હેડ પ્રથમ દિવસના સ્કોરમાં 34 રન ઉમેર્યા બાદ કેચ આઉટ થયો હતો. 361 રન પર ચોથી વિકેટ પડ્યા બાદ ટીમની સાતમી વિકેટ પણ 402 રન પર પડી હતી.

એલેક્સ કેરી અને પેટ કમિન્સે 8મી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. કેરી 453 રનમાં LBW થયો હતો અને ટીમ 469 રન સુધી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી 7 વિકેટ 108 રનમાં ગુમાવી દીધી હતી. પહેલા દિવસે 85 ઓવરની બેટિંગ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે 36.3 ઓવર બેટિંગ કરી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સેન્ચુરી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 163 રન ફટકાર્યા હતા. તો સ્મિથે 121 રન કર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી હતી.