ગુજરાત હાઇકોર્ટ દ્વારા પડતર કેસને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં ચાલતા તમામ પડતર કેસમાં બીજી મુદતની તારીખ આપવી ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધી અનેક કિસ્સામાં કોર્ટ દ્વારા મુદતની તારીખ આપવામાં આવતી નહોતી. કોર્ટ દ્વારા બીજો અગત્યનો એવો નિર્ણય લેવાયો છે કે 10 વર્ષ કે તેનાથી જૂના કેસમાં મહિનાનાં ત્રીજા કામના દિવસથી લઈને 7માં દિવસ સુધીની મુદત આપી શકાશે. બહુ લાંબા સમયની મુદત આપી શકાશે નહી. હાઈકોર્ટે 10 વર્ષ કરતા જૂના 13831 કેસનો ડેટા મેળવી તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ તમામ કેસ 26મી ઓક્ટોબર સુધીમાં સુનાવણી કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે.
હાઈકોર્ટે ત્રણ કેટેગરીમાં કેસ સાંભળવાનો અગત્યનો નિર્ણય લીધો છે. 5 થી 10 વર્ષ સુધીના પડતર કેસમાં મહિનાનાં 8 થી લઈને 14 દિવસ સુધીમાં મુદત આપવાની રહેશે. 5 વર્ષ સુધીના કેસમાં 15 દિવસ કરતા વધુ લાંબી મુદત આપી શકાશે નહી. રોસ્ટર મુજબ નોંધાયેલા કેસમાં સિસ્ટમ જનરેટેડ લિસ્ટનો રિપોર્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
સહુથી જૂના, મધ્યમ જૂના અને નવા કેસ મુજબ રિપોર્ટમાં તારીખ આપવાની રહશે. જ્યારે રોસ્ટર મુજબના જજ દ્વારા કેસ નોટ બી ફોર મી કરવામાં આવશે ત્યારે સિસ્ટમ જનરેટેડ લિસ્ટેડ દ્વારા ઓટોમેિકલી નવી તારીખ અને બેંકને તે આપી દેવામાં આવશે.સિસ્ટમ જનરેટેડ લિસ્ટીંગના લીધે જૂના કેસમાં સુનાવણીની તારીખો આપી દેવાઈ આ પદ્ધતિના લીધે વર્ષો જૂના કેસમાં લાંબી મુદત આપી શકશે નહિ. આ નિર્ણયને લીધે વર્ષો જૂના કેસ જે તારીખ વગર ન્યાયની રાહ જોઈ રહ્યા છે તે તમામમાં સુનાવણીની તારીખ ફરજિયાત આપવામાં આવશે.