નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર અમેરિકાના નિવેદન પર ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું- નાગરિકતા સંશોધન અધિનિયમ 2019એ ભારતનો આંતરિક મામલો છે અને આ અંગે અમેરિકાનું નિવેદન ખોટું છે.
આ કાયદાને લઈને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું- અમે 11 માર્ચે આવેલા CAA નોટિફિકેશનથી ચિંતિત છીએ. અમે આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરવો અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર કરવો એ લોકશાહી સિદ્ધાંતો છે.
બીજી તરફ પાકિસ્તાને CAA કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું- CAA કાયદાનો અમલ હિન્દુ ફાસીવાદી દેશનું ભેદભાવપૂર્ણ પગલું છે. આ કાયદો લોકોમાં વિશ્વાસના આધારે ભેદભાવ ઉભો કરે છે. CAA એ ગેરસમજ પર આધારિત છે કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત દેશ છે.