Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. જૂન મહિનામાં ન્યૂ ફંડ ઓફર્સ (NFOs)માં મજબૂત પ્રવાહ તેમજ સતત SIPના પ્રવાહને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.8,637 કરોડનું રોકાણ નોંધાયું હતું. જે ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે રહ્યું હતું.


આ રોકાણમાંથી સ્મોલ કેપ કેટેગરી રૂ.5,472 કરોડના રોકાણ સાથે પહેલા ક્રમાંકની કેટેગરી બની હતી. વર્ષ 2022-23 દરમિયાન કિંમતમાં ઘટાડા બાદ આ સ્ટોક્સમાં આકર્ષક વેલ્યૂએશનને કારણે આ કેટેગરી રોકાણ માટે લોકપ્રિય બની હતી. જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે મહિના દરમિયાન રૂ.3,240 કરોડ જ્યારે એપ્રિલ દરમિયાન રૂ.6,480 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે માર્ચ દરમિયાન તેમાં રૂ.20,534 કરોડનું રોકાણ નોંધાયું હતું. એમ્ફી દ્વારા રિલીઝ કરાયેલા ડેટા અનુસાર ઇક્વિટી એસેટ્સમાં મજબૂત રોકાણ પાછળનું કારણ છ નવા લોન્ચ થયેલા ફંડ્સ છે જેમાં જૂન દરમિયાન રૂ.3,038 કરોડનો નાણાકીય પ્રવાહ નોંધાયો હતો.

કુલ 11 સ્કીમ લોન્ચ કરી હતી જેમાં જૂન દરમિયાન રૂ.3,228 કરોડનું રોકાણ નોંધાયું હતું. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની ખાતેના માર્કેટિંગ એન્ડ ડિજિટલ બિઝનેસ હેડ મનિષ મહેતાએ જણાવ્યું હતું કે જૂન દરમિયાન રોકાણના આંકડામાં વૃદ્ધિ જોવા મળી હતી. એસેટ ફાળવણી જાળવવા માટે ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ ચોક્કસપણે જોવા મળ્યું છે પરંતુ રોકાણકારોએ SIPs અને STPs મારફતે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. રોકાણકારોએ જૂન દરમિયાન SIP રૂટ મારફતે સતત રોકાણ કરવાનું ચાલુ રાખતા આ દરમિયાન રૂ.14,734 કરોડનું રોકાણ નોંધાયું હતું. ગત મહિને રૂ.57,420 કરોડના રોકાણ સામે રૂ.2,022 કરોડની રકમ ઉપાડવામાં આવી હતી.

Recommended