Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓનલાઇન જુગારનું દુષણ દિવસે ને દિવસે ફેલાતુ જઇ રહયુ છે. ઓનલાઇન ગેમીંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઇ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી ઘટના રાજકોટમાં બનવા પામી છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીત નામના 20 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવકના મોબાઇલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાને સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ઓનલાઇન જુગારે માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાંખે છે. મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા માંગુ છે કે ઓનલાઇન જુગારથી દુર રહો. તેમજ તેમના મિત્ર પ્રિયાંશને સંબોધીને જણાવ્યુ હતુ કે, મારી છેલ્લી ઇચ્છા છે કે ઓનલાઇન જુગાર સદંતર માટે બંધ થવી જોઇએ કારણ કે, ઓનલાઇન જુગાર એ એક ખતરનાક વ્યસન છે. ‘થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય’

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરીવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઇએ તુરંત 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108ના ઇ.એમ.ટી. દિવ્યાબેન બારોટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રિષ્ના પંડીતને મૃત જાહેર કર્યો હતો.