Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં કરોડો રૂપિયામાં પેઢીઓના ફુલેકાં ફેરવવા, અક્સ્માત, હત્યા અને મારામારીના બનાવો બનતા જ હોય છે ત્યારે શહેરના બે તબીબ સાથે એક જ મોડસ ઓપરેન્ડી સાથે લાખો રૂપિયાનો તોડ થયો છે. અલબત્ત એક ઘટના તો પોલીસ મથકે પણ પહોંચી હતી જેની ચર્ચા શહેરના ચોરે ને ચૌટે થઈ રહી છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી મોબાઈલ ફોન કોલ્સ કરી યુવાન, આધેડ કે વૃદ્ધ લોકોને છેતરવામાં આવતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે ત્યારે ગોંડલની એક ખાનગી હોસ્પિટલના તબીબ પાસે પેટ અને શરીરના અન્ય ભાગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ સાથે યુવતી વારંવાર આવતી હતી અને છેલ્લી વખત બતાવવા આવ્યા બાદ સીધી જ તેના સાથીદારો સાથે પોલીસ મથકે પહોંચી હતી શારીરિક છેડછાડ અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવા પોલીસ ને જણાવ્યું હતું.

દરમિયાન ઘટનાની જાણ આક્ષેપ થયેલા તબીબને થતા તે તબીબોનાં ટોળાં સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઘણી ધમાલ પણ થવા પામી હતી યુવતીએ તો પૂરા વિશ્વાસ સાથે પોલીસને કહ્યું હતું કે, મારો એફએસએલ રિપોર્ટ કરાવો મારા શરીરે ડોક્ટર ક્યાં ક્યાં અડ્યા છે તેની ફિંગરપ્રિન્ટ આવી જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. બાદમાં સમાધાનનો દોર શરૂ થતાં લાખો રૂપિયાની લેતીદેતી બાદ મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ મોડસ ઓપરેન્ડીથી આ ઘટના પૂર્વે પણ એક તબીબનો લાખો રૂપિયાનો તોડ થઈ ગયો હતો બંને ઘટનાની ચર્ચા શહેરના ચોરે ને ચૌટે થઈ રહી છે.