અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે એક પાકિસ્તાની કાર ડ્રાઈવરે એક યહૂદી શિક્ષક અને કેટલાક વિદ્યાર્થીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન ટેક્સી ડ્રાઈવર બૂમો પાડી રહ્યો હતો કે તે બધા યહૂદીઓને મારી નાખશે.
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાર ડ્રાઈવર અસગરે કેટલાક યહૂદી વિદ્યાર્થીઓને જોયા અને બુધવારે મેસિવતા નાક્લાસ યાકોવ સ્કૂલની બહાર તેમનો પીછો કર્યો. આ પછી તેણે શિક્ષક અને બે વિદ્યાર્થીઓ પર પોતાની કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
શિક્ષક અને વિદ્યાર્થીઓનો બે બ્લોક સુધી પીછો કર્યા બાદ તે પોતાની કાર લઈને ફરી શાળા તરફ ગયો. આ દરમિયાન, શિક્ષક અને વિદ્યાર્થીઓએ એક બિલ્ડિંગમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. આ પછી આરોપી ડ્રાઈવરે ફરી એકવાર 30-40 યહૂદી વિદ્યાર્થીઓના સમૂહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.