આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં ટામેટાના ખેડૂતની બદમાશોએ હત્યા કરી દીધી છે.ખેડૂતની હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. ટુવાલ વડે ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂતે તાજેતરમાં 30 લાખના ટામેટા વેચ્યા હતા. પૈસા માટે હત્યારાઓએ ઘટનાને અંજામ આપ્યો છે. મેડીમલ્લાદીન ગામમાં ટામેટાના ખેડૂત નરેમ રાજશેખર રેડ્ડી (62)ની લૂંટ માટે હત્યા કરવામાં આવી છે.
બીજી તરફ, કર્ણાટકના કોલાર જિલ્લામાં, બે ખેડૂત ભાઈઓએ ટામેટાના 2000 બોક્સ વેચ્યાં અને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખેડૂત પાસે પૈસા હતા કે નહીં. પોલીસે કહ્યું કે તેઓ આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે. હત્યાના કેસની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે.