Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્ક ઝીરો એડ હાયર-પ્રાઈસ્ડ સબ્સક્રિપ્શન મોડલને રોલઆઉટ કરવા જઈ રહ્યા છે. મસ્કે કહ્યું, ટ્વિટર પર એડ ઘણી ફ્રીકવેન્ટ અને ઘણી મોટી છે. આગામી અઠવાડિયામાં આ બંનેને ધ્યાને લઈ પગલા ભરવામાં આવશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે, સબ્સક્રિપ્શન મોડલની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે અને કંઈ તારીખ સુધી રોલ આઉટ કરવામાં આવશે.


ટ્વિટર તેના રેવેન્યૂના લગભગ 90% એડથી કમાણી કરે છે. ઓક્ટોબરમાં મસ્કના ટ્વિટર ટેકઓવર બાદથી જ કંપનીના એડ રેવેન્યૂમાં ઝડપથી ઘટાયો નોંધાયો છે. ઈન્ફોર્મેશનના પ્રકાશિત તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા મંગળવારે ડેઇલી રેવેન્યૂ એક વર્ષ અગાઉથી આ દિવસે 40% ઓછું હતું. ત્યારે મસ્કે રેવેન્યૂમાં ઘટાડા માટે રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન્સને જવાબદાર ગણાવ્યા હતા, જેમને એડ રોકવા માટે બ્રાન્ડો પર દબાણ કર્યું હતું.