Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પંચમહાલ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ચોમાસાએ જમાવટ કરી દીધી છે. હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસુ શરૂ થતાં જ આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વાદળો જાણે ડૂંગરો સાથે વાતચીત કરતા હોય કે પ્રવાસી સાથે અથડાતા વાદળો ભીંજવાતા હોવાની મઝા પ્રવાસીઓ માણવા ઉમટી રહ્યાં છે. ત્યારે શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં પ્રવાસીઓને આનંદની સાથે સજા પણ થઇ હતી. સંચાલકો દ્વારા સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. જયારે વરસાદના પગલે પાણી પગથિયા ઉપર પડતાં યાત્રિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે મુશ્કેલીની સાથે સાથે યાત્રીકોએ તેનો આનંદ પણ ઉઠાવ્યો હતો.


સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવામાં આવી
પાવાગઢમાં સવારથી ધોધમાર વરસાદને પગલે મંદિરના પગથિયા પરથી ભારે પાણી નો પ્રવાહ વહેતો થતા યાત્રાળુઓ ને ચડવા ઉતરવામાં ભારે તકલીફ નો સામનો કરવો પડ્યો હતો. પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્તા પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત ધોધ ના દ્રશ્યો સાથે રમણીય નજારો સર્જાયો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.