ક્રિકેટ જગતમાં છૂટાછેડા અને અલગ થવાના સમાચાર કોઈ નવી વાત નથી. ગયા વર્ષે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. થોડા સમય અગાઉ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. હાલ ભારતના પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગ અચાનક ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સેહવાગના છૂટાછેડાના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે.
સેહવાગે પત્ની આરતીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી વચ્ચે છૂટાછેડાની વાતને વેગ ત્યારે મળ્યો, જ્યારે વીરુએ તેની પત્ની આરતીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જોકે, સેહવાગ હજુ પણ આરતીના ફ્રેન્ડ લિસ્ટમાં છે. તેમના બાયોમાં "વીરેન્દ્ર સેહવાગની પત્ની, પૂર્વ ભારતીય ક્રિકેટર વીરુ" લખ્યું છે. આ સાથે આરતીએ હાર્ટ ઇમોજી પણ રાખ્યું છે. સેહવાગ અને આરતીના લગ્નને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ જોડી ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે
વીરુએ પણ ઘણી વાર તેની પત્નીના વખાણ કર્યા છે. જોકે, ગયા વર્ષે દિવાળી નિમિત્તે સેહવાગે જે તસવીર પોસ્ટ કરી હતી, તેમાં તેની પત્ની આરતી ગાયબ હતી. તસવીરમાં તેમની માતા અને મોટો દીકરો આર્યવીર દેખાય છે, પરંતુ તેમની પત્ની આરતી અને નાનો દીકરો વેદાંત ક્યાંય દેખાતા નહોતા. તે સમયથી, તેમના સંબંધોમાં તિરાડ પડવાની અફવાઓ જોર પકડવા લાગી.