Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદ અને સરકાર પર આધાર રાખવાને બદલે અપના હાથ જગન્નાથના સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથળા બંધારો આ વખતે અષાઢ માસમાં ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઇ ગયો છે. બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો થતા આજુબાજુના વિસ્તારમાં હવે સારૂ કૃષિ ઉત્પાદન થશે.


ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો
અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા-તળાજા તાલુકાનાં ખેડૂતોના પરસેવાથી બનેલા મેથળા બંધારાથી 40 ગામોમાં પીવાનું પાણી લેવા માટે બહેન-દિકરીઓને 4થી5 કિમી જેટલું ચાલીને ધોમધખતા તાપમાં જવું પડતું હતુ આ બંધારાથી અટક્યું છે અને છેવાડાના ગામડાનો ખેડૂત પોતાના સ્વબળે અને પોતાની તાકાતથી શું કરી શકે એ એક ગ્રામ્ય એકતાનું ઉદાહરણ છે. મેથળા બંધારો એ લોકફાળો ઉઘરાવીને નાના ખેડૂતોથી લઈને ખેતમજૂરો અને દાડીયાઓની મહેનતનું પ્રતિક છે.

750 એફ.ટી.એમ. મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય
સરકારે જેનું એસ્ટિમેટ એંસી કરોડ રૂપિયા જેવું મોટું કરીને વર્ષો સુધી જે યોજનાને માત્ર કાગળ પર જ રાખી તેને છેવાડાના ગામડાનાં ખેડૂતો અને ખેતમજૂરોએ બંધારાને સાકાર કર્યો એ અનુકરણીય છે. મેથળા બંધારો લોકોએ જાતમહેનત અને લોક ફાળથી બનાવી લોકોએ મીઠા પાણીનો સંગ્રહ થાય તેવું મોટું સરોવર બનાવેલ છે તેમા 750 એફ.ટી.એમ.સૌથી વધારે મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય છે.