જમ્મુ-કાશ્મીરના કટરા, મધ્યપ્રદેશના મહુ-રીવા, ઉત્તર પ્રદેશમાં મથુરા-વૃંદાવન, હરિયાણામાં સોનીપત, હિમાચલમાં ચેઈલ જેવા દેશના નાના શહેરો અને નગરોમાં મોટી હોટેલો હવે નવો ટ્રેન્ડ બની ગયો છે. મેરિયોટ ઇન્ટરનેશનલ, ટાટાની આઈએચસીએલ, રેડિસન હોટેલ્સ જેવી દેશ અને દુનિયાની મોટી હોટેલ ચેઇન્સ હવે નાના શહેરો અને નગરોમાં લક્ઝરી હોટેલ્સ ખોલી રહી છે.
અત્યાર સુધી આ મોટી હોટેલો દેશના માત્ર ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં જ હતી, પરંતુ હવે તે ઝડપથી ટિયર-3 અને ટિયર-4 શહેરો તરફ આગળ વધી રહી છે. સરોવર હોટેલ ચેઈનના મેનેજિંગ ડિરેક્ટર અજય કે બક્યાએ જણાવ્યું હતું કે– નાના શહેરો અને નગરોમાં રૂ. 6 હજારથી રૂ. 14 હજાર સુધીના રૂમ ઉપલબ્ધ છે. અને આ હોટલોમાં ગેસ્ટ પણ આવી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે અહીં માર્કેટમાં વધારો થયો છે.
શહેરોના હોટેલ માર્કેટમાં સ્પર્ધા ઝડપથી વધી છે. અજયએ જણાવ્યું હતું કે- હોટલનો સૌથી મોટો ખર્ચ જમીન છે. ટિયર-3-4 શહેરોમાં જમીન સસ્તી મળી રહે છે. ટિયર-1 અને 2 શહેરો કરતાં ઓપરેશન કોસ્ટ ઘણી ઓછી છે. તેઓએ જણાવે છે કે- હવે આ શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે. મેરિયટે કટરામાં તેની 150મી હોટેલ ખોલી છે. રેડિસને હાલમાં જ ઓડિશાના ગોપાલપુરમાં તેની એક હોટલ ખોલી છે. ગયા વર્ષે દેશના 128 શહેરોમાં 30 હજાર હોટલ રૂમનો વધારો થયો હતો.