Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાભરમાં ઝડપી ગતિએ બદલાતા ઘટનાક્રમો વચ્ચે બ્રિટન અને અમેરિકન સરકાર રાજકીય હવામાનશાસ્ત્રીઓ તૈયાર કરી રહી છે. અમલદારોની આ ટીમને સુપરફોરકાસ્ટર્સ કહેવામાં આવે છે. આ અમલદારો વર્તમાન ઘટનાઓનું વિશ્લેષણ કરે છે. જેમ કે રશિયા-યુક્રેન યુદ્વ, ચીનનું તાઇવાનને લઇને ષડ્યંત્ર અને વધતી મોંઘવારી અંગે આકલન કરે છે.


ત્યારબાદ તેના આધાર પર પ્રેડિક્શન મોડલ તૈયાર કરે છે. સુપરફોરકાસ્ટર્સ સરકારને બતાવે છે કે તેઓએ શું નિર્ણય કરવો જોઇએ અથવા કોઇ પણ મુદ્દાનું શું પરિણામ આવી શકે છે. સુપરફોરકાસ્ટર એવા વ્યક્તિ છે જે જૂની ઘટનાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટાનું વિશ્લેષણ કરીને પૂર્વાનુમાન કરે છે. સુપરફોરકાસ્ટર્સ ઘટનાઓનું પૂર્વાનુમાન લગાવવા માટે આધુનિક વિશ્લેષણાત્મક અને આંકડાઓનો ઉપયોગ કરે છે. રિસર્ચ અનુસાર પૂર્વાનુમાન કરનારી આ વ્યક્તિઓ તે ક્ષેત્રની વિશેષજ્ઞો અને સામાન્ય લોકોની તુલનામાં વધુ સટીક હોય છે.

સુપરફોરકાસ્ટર્સ કોઇ પૂર્વગ્રહ જોતા નથી અને માટે જ વિશેષજ્ઞો કરતાં વધુ કુશળ હોય છે. નોબેલ વિજેતા ડેનિયલ કન્નમન કહે છે કે આ સુપરફોરકાસ્ટર્સમાં કોગ્નિટિવ ઇન્ટેલિજન્સ જોવા મળે છે. આ લોકો કોઇ સવાલ સાંભળે છે તો તરત જ તે અંગે વિચારવાનું શરૂ કરે છે કે સૌથી વધુ અનુમાનિત ઘટના ભવિષ્યમાં શા માટે ખોટી હોય શકે છે. આ થિયરી પર કામ કરીને તેઓ સાચા-ખોટાનું આકલન કરવાનો પ્રયાસ કરે છે.