Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 7 રને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. આ મેચ એક તબક્કે દિલ્હીના હાથમાં જતી રહી હતી, પણ અક્ષર પટેલ અને મનીષ પાંડેની પાર્ટનરશિપ તેમજ અક્ષરનો ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે આ મેચ દિલ્હીના હાથમાં આવી ગઈ હતી ને હૈદરાબાદ પર સતત પાંચમી મેચ જીતી હતી. આ સીઝનની આ બીજી મેચ જીતી હતી. આ જીત સાથે જ પોઇન્ટ્સ ટેબલમાં 4 પોઇન્ટ્સ થઈ ગયા છે.

આઠમી ઓવરમાં 62 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સને મનીષ પાંડે અને અક્ષર પટેલે સંભાળી હતી. બંનેએ કેપિટલ્સની ઇનિંગને સંભાળી અને 59 બોલમાં 69 રનની પાર્ટનરશિપ કરી હતી. 18મી ઓવરમાં અક્ષરને ભુવનેશ્વર કુમારે બોલ્ડ કરીને આ ભાગીદારીને તોડી હતી. આ જ ઓવરમાં મનીષ પાંડે પણ રનઆઉટ થયો હતો. બન્ને ખેલાડીએ 34-34 રન બનાવ્યા હતા, પરંતુ આ બન્નેની પાર્ટનરશિપ જ અંતે ટીમને કામ આવી હતી.