Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈલેક્ટ્રિક વાહન બેટરીમાં વપરાતી ધાતુઓની વધતી જતી માંગને કારણે ઊંડા સમુદ્રમાં માઇનીંગ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ છે. મહત્વની વાત એ છે કે આ રેસ માટે કોઈ નિયમો નથી. આ બેલગામ દોડને કારણે દરિયાઈ પર્યાવરણને ભારે નુકસાન થવાની સંભાવના છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. આને ધ્યાનમાં રાખીને વિશ્વભરના પર્યાવરણવાદીઓ અને કાર્યકર્તાઓ ઊંડા દરિયાઈ માઇનીંગ સામે એક થઈ રહ્યા છે. બીજી તરફ તેના સમર્થકો તેની તરફેણમાં દલીલો આપી રહ્યા છે.

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પોલિસી નિષ્ણાત જેસિકા બેટલ કહે છે, ઊંડા સમુદ્રમાં માઇનીંગ સમગ્ર ઇકોસિસ્ટમનો નાશ કરશે. જેસિકા એક અભિયાનનું નેતૃત્વ કરી રહી છે. આમાં મોટી કંપનીઓને ડીપ સી માઇનિંગ માટે ફાઇનાન્સ ન કરવા તાકીદ કરવામાં આવી રહી છે. બીએમડબલ્યુ, ગુગલ, સેમસંગ, વોલ્વો અને વોક્સવેગાન જેવી 30 કંપનીઓ તેને આ અભિયાનમાં સાથ આપી રહી છે. બ્રિટિશ બેંકો જેમ કે લોયડ્સ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પણ ડીપ સી માઈનિંગ કંપનીઓ સાથે બિઝનેસ કરવાનો ઈન્કાર કરી રહી છે.

તે સ્પષ્ટ છે કે સમગ્ર વિશ્વ ઊંડા દરિયાઈ માઇનિંગ પર બે જૂથોમાં વહેંચાયેલું લાગે છે. એક તરફ કેનેડા, ફ્રાન્સ, જર્મની જેવા કેટલાક દેશો ડીપ સી માઇનિંગ પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં છે. બીજી તરફ ચીન, નોર્વે અને રશિયા જેવા દેશો આ માટે એક ફ્રેમવર્કની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ઊંડા દરિયાઈ માઇનીંગ જમીન ખાણ કરતાં ઓછું નુકસાન કરે છે.