કેન્દ્ર સરકારે મ્યાનમાર સાથે જોડાયેલી અરૂણાચલ પ્રદેશ, નગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની 1643 કિમી લાંબી સરહદ પર મુકત અવરજવર વ્યવસ્થા (એફએમઆર) છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસથી બંધ કરી દેવામાં આવી છે. આના કારણે બંને દેશોના લોકો એકબીજાની સરહદમાં 16 કિમી અંદર સુધી જઇ શકતા હતા. હવે વાડ બાંધવાની કામગીરી ચાલી રહી છે. મણિપુરમાં 10 કિમી સુધીનુ કામ પણ થઇ ચુક્યુ છે. નગાલેન્ડના મોન જિલ્લા હેડક્વાર્ટરથી 42 કિમી દુર સ્થિત છેલ્લા ગામ લોંગવા ખાતે પહોંચતા વાડ આડેની જે સમસ્યાઓ છે તે અંગે માહિતી મળી. હકીકતમાં ચાર રાજ્યોના આશરે 500 ગામો મ્યાનમારથી એ રીતે જોડાયેલા છે કે લોકોના ઘર ભારતમાં છે અને ખેતી મ્યાનમારમાં કરે છે. લોંગવા ગામના રાજા ટોનીઇ ફ્વાંગના ઘર પણ બે હિસ્સામાં છે. કિચન મ્યાનમારમાં છે. તો બેડરૂમ ભારતમાં છે. તેમના ઘરથી ચારે બાજુ હજારો ફૂટ ઊંચી પહાડીઓ છે. સાથે સાથે ઉંડી ખીણ છે.
લોંગવામાં કોન્યાક જાતિના નાગા સમુદાયના લોકો રહે છે. કોન્યક નાગા જાતિનો ઈતિહાસ ભયાનક છે. તેમને હેન્ડ હન્ટર કહેવામાં આવે છે. તેઓ દુશ્મનોના માથા કાપીને ઘરની દિવાલો પર લટકાવવાની પરંપરા ધરાવે છે. જોકે 19મી સદીમાં ખ્રિસ્તી મિશનરીઓના આગમન પછી આ ઘાતકી પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ‘હેડ હંટર’ રહેલા લોંગવાના રાજાએ જમાવ્યું હતું કે, કોન્યાક જનજાતિનો ઈતિહાસ 600 વર્ષથી વધુ જૂનો છે.
અમારો પરિવાર 16મી પેઢીથી અહીં સ્થાયી છે. હું 10મી પેઢીમાંથી છું. 6700ની વસ્તી ધરાવતા લોંગવાની મ્યાનમાર સાથે 20 કિમીની સરહદ છે. 30 ગામો એવા છે જે બંને દેશો વચ્ચે વહેંચાયેલા છે. સમગ્ર નાગાલેન્ડમાં આવા 200 ગામો છે.
ફવાંગ મ્યાનમારના 33 ગામો પર રાજ કરે છે. તેમાંથી 7 ગામો અરુણાચલના છે. લોંગવા વિલેજ કાઉન્સિલના પ્રમુખ યાનલોંગનું કહેવું છે કે અહીંના 3500 મતદારોએ નાગાલેન્ડની ફોમચિંગ વિધાનસભામાં 1300 મ્યાનમારની ક્યોચેન લાહેમાં મતદાન કર્યું. નાગાલેન્ડમાં કોન્યાક જનજાતિના લગભગ 2.5 લાખ લોકો રહે છે.
1950 સુધી અમે બંને બાજુએ 40 કિમીની અંદર અવર-જવર કરી શકતાં હતા. 2018માં 16 કિમી કરવામાં આવી હતી. ગયા વર્ષે આ જ ગામના 59 વર્ષીય હોંગકેપનું દિલ્હીમાં વડાપ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તે જણાવે છે કે કોન્યાક નાગાલેન્ડની 17 જાતિઓમાંની એક છે.
વાડ લગાવાથી અમારા સંબંધીઓ વિખરાઈ જશે. પહાડો-કોતરો જ એકમાત્ર રસ્તો રહ્યો. અહીંના લોકોને મુશ્કેવી વેઠવી પડશે.