ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા જેવી દિગ્ગજ આઇટી કંપનીઓએ એઆઇ સોલ્યૂશન્સ માટે અમેરિકાની કંપની યેલો.એઆઇ સાથે પાર્ટનરશિપ કરી છે. તેનો ઉદ્દેશ્ય યેલો.એઆઇના પ્લેટફોર્મનો ઉપયોગ કરી એચઆર અને કસ્ટમર ઓટોમેશન સોલ્યૂશન્સને વધારવાનો છે. યેલો.એઆઇના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર રાશિદ ખાને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે અમે દુનિયાભરમાં અનેક મોટી કંપનીઓ સાથે મળી કામ કરી રહ્યા છીએ.
આ પાર્ટનરશિપ આઇટી કંપનીઓની વચ્ચે બહારના ગ્રાહકો અને ઇન્ટરનલ ઓપરેશન્સ બંને માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સર્વિસીસ ઉપયોગ કરવાના વધતા ટ્રેન્ડનો હિસ્સો છે. યેલો.એઆઇનું પ્લેટફોર્મ દુનિયાભરના વિભિન્ન સેક્ટર્સમાં ખાસ કરીને એચઆર ઓટોમેશન અને કસ્ટમર સર્વિસમાં સુધારા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એઆઇથી સંબંધિત કોઈ પણ કામ માટે તેમાં પણ કસ્ટમર સર્વિસ એમ્પ્લોઈ ઓટોમેશન માટે આ યેલો પ્લેટફોર્મ ઉપયોગ કરવા માંગો છો. યેલો.એઆઇનું પ્લેટફોર્મ એઆઇ અને મશીન લર્નિંગ ટેક્નોલોજીસ પર બનાવવામાં આવ્યું છે, જે મુખ્ય રૂપથી એમેઝોન વેબ સર્વિસીસ (એડબલ્યુએસ) પર હોસ્ટ કરવામાં આવ્યું છે.