હવામાન વિભાગે આ વર્ષે ગરમીના દિવસોની સંખ્યા વધારવાની આગાહી કરી છે. જેને કારણે આ વર્ષે કુલિંગ એપલાયન્સ, મુખ્યત્વે એસીનું વેચાણ તેજીથી વધી રહ્યું છે. પેનાસોનિક અને ગોદરેજ એપ્લાયન્સ જેવી કંપનીઓ અનુસાર, એપ્રિલમાં જ ગત વર્ષની તુલનાએ એસીનું વેચાણ અંદાજે 40% વધ્યું છે. સમગ્ર સિઝન દરમિયાન તેનું વેચાણ 25% વધીને 1.25 કરોડ યુનિટ્સ સુધી પહોંચવાનું અનુમાન છે. 2023માં અંદાજે 1 કરોડ એ.સી.નું વેચાણ થયું હતું.
કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ એપ્લાયન્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અનુસાર આગામી સમયમાં પણ એસીનું વેચાણ 20-35% વધી શકે છે. એપ્રિલમાં જ તેનું વેચાણ 40% વધ્યું હતું. ગોદરેજ એપ્લાયન્સના બિઝનેસ હેડ કમલ નંદીએ આ વર્ષે એસીનું વેચાણ 25-30% વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. દેશનું એસી માર્કેટ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.