ઓલિમ્પિક ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવી મોટી સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ વધુ એક સફળતા મેળવી છે. નીરજ ડાયમંડ લીગમાં સતત બીજો ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
25 વર્ષીય નીરજે દોહામાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં તેના પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટરની ભાલા ફેંકી હતી. આ નીરજનું ગોલ્ડ વિજેતા પ્રદર્શન સાબિત થયું. નીરજે વર્ષ 2023નો પહેલો મેડલ જીત્યો છે.
ગયા વર્ષે નીરજે જ્યુરિચમાં ડાયમંડ લીગનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. 2022માં નીરજે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.