Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવાની ઘટના સામે આવી હતી. આ ઘટના રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વીડિયો જોઈને ખૂબ જ પરેશાન છીએ. અમે સરકારને પગલાં ભરવા માટે સમય આપીએ છીએ. જો તેમ છતા કોઈપણ કાર્યવાહી નહીં થાય, તો અમે પગલાં ભરીશું. આ તરફ પીએમ મોદીએ પણ કહ્યું કે આ ઘટનાએ 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

મણિપુર પોલીસે અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલુ છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું છે કે અમે તમામ આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

મણિપુરની ઘટના પર મોદીએ કહ્યું- 'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે, ગુનેગારોને છોડવામાં નહીં આવે'

પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે.

આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.