Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજથી વારાણસીમાં દેશ-વિદેશના મંદિરોના ત્રણ દિવસીય કુંભમેળાનો પ્રારંભ થશે. સંઘના વડા મોહન ભાગવતના હસ્તે આ આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાનું ઉદઘાટન કરાશે. આ કુંભમેળામાં 468 મંદિરોના વ્યવસ્થાપકો ભાગ લઇ રહ્યા છે. દેશનું સૌથી ધનિક તિરુમાલા મંદિર અહીં ઉપસ્થિત મંદિરોને દાનના મેનેજમેન્ટના પાઠ ભણાવશે. દેશ-વિદેશનાં તમામ મોટાં મંદિરો ઉપરાંત ઇસ્કોન અને ગુરુદ્વારા પણ ભાગ લઇ રહ્યાં છે.


આજે ટેમ્પલ કનેક્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટેમ્પલ્સ કન્વેકશન એન્ડ એક્સપોના ફાઉન્ડર ગિરીશ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, મંદિરોમાં પેઢીઓથી પરંપરાગત પ્રણાલીઓ છે, પણ આ પ્રણાલી કે વ્યવસ્થાપનનું સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરાયું નથી કે નથી તેનો કોઇ અભ્યાસ કરાયો. આ કાર્યક્રમમાં ભારત વર્ષ તેમજ વિદેશનાં 468 મંદિરે ભાગ લીધો છે. 785 સભ્યો આવશે. કાશીનગરમાં થઇ રહેલા આ કાર્યક્રમને વડાપ્રધાને ખૂબ જ સારી પહેલ ગણાવી છે. ભારતમાં ઉત્સુકતા છે. આ વિષયોની વિચાર-સાહિત્ય સામગ્રી લોકો વચ્ચે પહોંચે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

દેશનાં 1,683 મંદિરો આમંત્રિત કરાયાં
દેશમાં 22થી 23 લાખ મંદિરો છે. દેશનાં 1,683 મંદિરને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં દેશનાં મંદિરોના વ્યવસ્થાપકો, પૂજારીઓ અને લોકો એક જ જગ્યાએ સંમેલિત થશે. મંદિરોના વ્યવસ્થાપન, રોજિંદી કામગીરી કેવી રીતે થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.