સ્વિત્ઝરલેન્ડના લેજેન્ડરી ટેનિસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરે હવે ટેનિસને અલવિદા કહેવાનું નક્કી કર્યુ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોતાના રિટાયરમેન્ટની જાણ કરી હતી. રોજર ફેડરર લેવર કપ રમીને નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
રોજ ફેડરરે પોતાનું પ્રથમ ગ્રાંડ સ્લૈમ 21 વર્ષની ઉંમરે જ જીતી લીધુ હતુ. તેણે આ પછી વર્ષ 2003-2009 સુધીમાં સિંગલ્સ ટાઈટલ્સ જીત્યા છે. ફેડરરે કુલ 20 ગ્રાંડ સ્લૈમ જીત્યા છે.
ટેનિસ લેજેન્ડ રોજર ફેડરરે પોતાના રિટારમેન્ટની જાણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જાણ કરી હતી. તેમાં તેણે લક્યુ હતુ કે 'મારા પ્રિય ટેનિસના પરિવારજનો, છેલ્લા 3 વર્ષ મારા માટે ખૂબ જ સંઘર્ષમય રહ્યા હતા. હું ઈજાઓના કારણે ઘણો જ પરેશાન રહેતો હતો. મેં આ માટે તેમાથી બહાર આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. હવે તો ઈજામાંથી બહાર આવી ગયો છું. પરંતુ મને ખબર છે કે મારું બોડી પણ જોઈએ એટલું કામ આપતુ નથી, કારણ કે હું 41 વર્ષનો છું. હું 24 વર્ષના કરિયરમાં 1500થી વધારે મેચ રમ્યો છું. ટેનિસે મને ઘણું આપ્યુ છે, એટલે હવે આ રમતને હું અલવિદા કહી રહ્યો છું. આવતા અઠવાડિયે લંડન ખાતે રમાનારા લેવર કપ પછી હું આ રમતમાંથી રિટાયરમેન્ટ લઉં છું. હું ભવિષ્યમાં ટેનિસ જરૂરથી રમીશ, પરંતુ ગ્રાંડ સ્લૈમ અથવા ટૂર રમીશ નહિ.'