Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત મેઘમહેર વરસતી રહી છે અને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ જતા આજે રાત્રે 9 કલાકે આ મહાકાય ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા જ એક અભૂતપૂર્વ વિક્રમ રચાયો હતો. આ ડેમનું નિર્માણ થયું ત્યાર બાદ એક પણ વખત આ ડેમ સતત ચાર વર્ષ ખોવરફ્લો થયો ન હતો પણ છેલ્લાં ચાર વર્ષ, 2020થી 2023, ચારેય વર્ષે આ ડેમ ઓવરફ્લો થતા એક જ ઇતિહાસ સર્જાયો છે.

સાથે ભાવનગર જિલ્લામાં પાક અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી 34 ફૂટ છે અને પાણીની આવક 1800 કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ગત વર્ષે આ ડેમ 15 સપ્ટેમ્બરે છલકાયો હતો તો આ વર્ષે વધુ મેઘમહેરને લીધે 56 દિવસ પૂર્વે 21 જુલાઇએ આ ડેમ છલકાયો છે. આ ડેમમાં સવારથી પાણીની આવક 28,600 ક્યૂસેક હતી. તે આજે રાત્રે ઘટીને 1800 ક્યસેક થઇ ગયો હતો. શેત્રુંજી ડેમની નહેરો ડાબા અને જમણા બન્ને કાંઠે આવેલી છે.

ડાબા કાંઠાની નહેરની લંબાઈ 96 કિ.મી.ની છે જેની પાણીની વહન શક્તિ 14.72 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે તો જમણા કાંઠાની નહેરની લંબાઈ 57 કિ.મી.ની છે જેમાં પાણીની વહનશક્તિ 19.68 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે. 12 હજાર હેક્ટર જેટલી જમીનમાં આ પાણીથી સિંચાઈને લાભ મળે છે.