Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુપીના હરદોઇ જિલ્લાની એસડીએલવી ઇન્ટર કોલેજ અનોખી છે. તેના સંસ્થાપક ફૂલચંદ્રને પુસ્તકોથી એટલો લગાવ છે કે તેઓએ વર્ષભરમાં જ સ્કૂલમાં 50 લાઇબ્રેરી બનાવી છે. દરેક વર્ગની એક લાઇબ્રેરી અને દરેકમાં 300-300 પુસ્તકો છે. સ્કૂલમાં 2500 બાળકો છે.

તેમણે જણાવ્યું કે શરૂઆતમાં સ્કૂલમાં એક જ લાઇબ્રેરી હતી પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દરેક વર્ગની પોતાની લાઇબ્રેરી હોય. તેનાથી ફાયદો એ થયો કે હવે બાળકો એક વારમાં 3 સપ્તાહ માટે ત્રણ પુસ્તકો ઘરે લઇ જઇ શકે છે. તેનાથી તેમનાં માતા-પિતા અને પરિવારના બાકી સભ્યો પણ પુસ્તક વાંચી શકે છે.