Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વરસાદ જતાં-જતાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. નવરાત્રિ બાદ શહેરમાં ફરીવાર વરસાદ થઈ રહ્યો છે. આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, એને લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વહેલી સવારે વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે વિસ્તારમાં ધીમો વરસાદ પડયો છે.