ઉત્તર પ્રદેશની એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે (ATS) રવિવારે રાતે 74 રોહિંગ્યા મુસલમાનોને ઝડપી પાડ્યા હતા. મોડી રાતે ગાઝિયાબાદ, મથુરા સહિતના 6 જિલ્લામાં છાપા મારવામાં આવ્યા હતા. સૌથી વધારે 31 રોહિંગ્યા મથુરાથી ઝડપાયા હતા. આ બધા બાંગ્લાદેશ સરહદને ગેરકાયદે પાર કરીને ભારતમાં આવ્યા હતા અને કોઈના ધ્યાને ન અવાય એટલા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મથુરા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. ઉત્તર પ્રદેશમાં રોહિંગ્યા સામે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે.
આઠ કલાક સુધી ચાલ્યું ઓપરેશન
પોલીસ ટીમ રાતે 2 વાગ્યે રોહિંગ્યા રહેતા હોવાની શંકા હતી ત્યાં પહોંચી હતી. તેમના દસ્તાવેજો વગેરેની તપાસ કરવાની કામગીરી 8 કલાક ચાલી હતી. એ પછી ભારતમાં ગેરકાયદેસર ઘૂસ્યા હોવાનું સાબિત થતા તેમને પકડી લેવાયા હતા. એસપી સિટી માર્તંડ પ્રકાશસિંહે કહ્યું હતું કે 40 લોકોની ધરપકડ કરાઈ છે.