વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. ન્યૂયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ હજારો લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ પછી અમેરિકાનું રાષ્ટ્રગીત અને પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
અહીં વડાપ્રધાન મોદીએ AIની નવી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું, "એક AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક AI એટલે અમેરિકન ઇન્ડિયન." અમે ફૂલની પાંચ પાંખડીઓ (PUSHP) ને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. ત્યારબાદ પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો. તથા 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરવા અંગે પણ જણાવ્યું.