દુબઇ એક સમયે એવું શહેર હતું, જ્યાંદુનિયાના બીજા હિસ્સામાંથીરેસ્ટોરન્ટ્સ ઇમ્પોર્ટ કરવામાં આવતાહતા. એટલે કે અહીં પોતાનું કોઇપ્રસિદ્ધ સ્વાદ અથવા વિશેષ વ્યંજનોધરાવતું રેસ્ટોરન્ટ ન હતું. પરંતુ હવેદુબઇની સ્થાનિક રેસ્ટોરન્ટ બ્રાન્ડબીજા દેશો અને શહેરોમાં વિસ્તરણકરી રહી છે. જેમ જેમ વિસ્તારનોહોસ્પિટાલિટી બિઝનેસ વધી રહ્યો છે.ફાસ્ટ કેઝ્યુઅલથી લઇને ફાઇનડાઇનિંગ સુધી, અમીરાતના કેટલાકમશહૂર રેસ્ટોરન્ટ્સ દુનિયાભરમાં હવેવિસ્તરણ કરી રહ્યાં છે. દુબઇનીફંડામેન્ટલ હોસ્પિટાલિટી વર્ષ 2024સુધી લંડન, મિયામી અને માર્બેલા(સ્પેન) જેવા ડઝનથી વધુ લોકેશનમાં18 રેસ્ટોરન્ટ્સ અને ક્લબકોન્સેપ્ટ્સના વિસ્તાર પર 140મિલિયન ડોલર (અંદાજે 1,165 કરોડરૂપિયા) ખર્ચ કરશે. કિનોયા નામનુંરેસ્ટોરન્ટ લંડનના માર્કેટમાં પ્રવેશકરવા જઇ રહ્યું છે. બીજી તરફ આ જવર્ષના ડિસેમ્બર સુધી બે મિશનિલસ્ટાર હાંસલ કરનાર ટ્રેસિંડ સ્ટૂડિયોનામનું રેસ્ટોરન્ટ, અનેક ભારતીયશહેરોમાં બ્રાન્ચ ખોલવાની તૈયારીકરી રહ્યું છે. દુબઇના સનસેટહોસ્પિટાલિટી ગ્રુપના સીઇઓએન્ટોનિયો ગોન્ઝાલેઝ કહે છે કે,“લાંબા સમય સુધી દુબઇમાં પ્રોપર્ટીનામાલિક પ્રખ્યાત ઇન્ટરનેશનલરેસ્ટોરન્ટ્સને જ જગ્યા આપે છે.તેમના માટે કોઇ સ્થાનિક રેસ્ટોરન્ટનોઆઇડિયા કોઇ ફાયદાનો સોદોલાગતો નથી. પરંતુ હવે સ્થિતિબદલાઇ છે. દુબઇમાં વિદેશી બ્રાન્ડનેબોલાવવાને બદલે અહીંની બ્રાન્ડ્સબીજા દેશોમાં વિસ્તરણ કરી રહી છે.
કિનોયાની શરૂઆત કરનારી શેફનેહા મિશ્રાએ વર્ષ 2018માં જ ઘરમાંજ સપર ક્લબની શરૂઆત કરી હતી.6,000થી વધુ મુલાકાતીઓને સર્વિસઆપ્યા બાદ તેઓએ રેસ્ટોરન્ટ ખોલ્યું.રસપ્રદ વાત એ છે કે 2022માં તેનેમિડલ ઇસ્ટ નોર્થ આફ્રિકાના 50 શ્રેષ્ઠરેસ્ટોરન્ટ્સમાં સામેલ કરાયું હતું.વાસ્તવમાં દુબઇને હવે એક અસ્થાયીશહેર તરીકે જોવામાં આવતું નથી,જ્યાં પ્રવાસીઓ ત્રણ વર્ષ માટે આવશે,ટેક્સ ફ્રી પૈસા કમાશે અને પરત ફરશે.અહીં આવતા, લાંબા સમય સુધીરહેતા અને વસવાટ કરતા લોકોનીસંખ્યા સતત વધી રહી છે.