Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોના મહામારી બાદ છેલ્લા દોઢ વર્ષથી રિયલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહ્યો છે. પરંતુ છેલ્લા છ માસથી રિઝર્વ બેન્ક દ્વારા હોમલોનના વ્યાજદરમાં વધારો થતા માગ અટકી હતી પરંતુ તહેવારોના કારણે રોકાણકારો ગુજરાતને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. જેની પાછળનું મુખ્ય કારણ દેશના ટોચના આઠ શહેરોમાં રિયલ એસ્ટેટમાં ગુજરાતમાં હજુ કિંમતો પ્રમાણમાં ઘણી ઓછી છે.


રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં રો મટિરિયલ્સમાં મોંઘવારી વધતાં ભાવમાં ઉત્પાદન ખર્ચ વધ્યા છે. જેની અસર માગ પર થોડા સમયથી જોવા મળી હતી. અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ ત્રિમાસિક ધોરણે 1.1 ટકા વધ્યા છે જ્યારે માગ 1.5 ટકા ઘટી હોવાનું મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q3, 2022ના રિપોર્ટ અનુસાર જણાવાયું છે.

પુરવઠામાં પણ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, માગ અને પુરવઠામાં ઘટાડા પાછળનું કારણ ચોમાસાની સિઝન તેમજ વ્યાજદરમાં વધારો પણ હોઈ શકે છે. ઘર ખરીદવા ઈચ્છુક લોકો હાલ બેન્કો દ્વારા લોન રેટમાં વધારાની રાહ જોઈ રહ્યા હોવાનું બિલ્ડર્સે જણાવ્યું હતું.

મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં ચોમાસાની સિઝનને કારણે ઘરની માગ અને પુરવઠામાં ઘટાડો થયો છે. જોકે તહેવારનાં આગામી મહિનાઓ રિયલ એસ્ટેટ રોકાણ માટે શુકનવંતા છે.માગ અને પુરવઠામાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા છે.

ઝડપી વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સતત વધતી આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓથી રોજગારીની આકર્ષક તકોને કારણે ઘરની માગ સૌથી વધુ જોવા મળી હતી. હાઉસિંગ માર્કેટમાં 3 બીએચકે યુનિટનું વર્ચસ્વ છે, જે કુલ માગમાં 44 ટકા અને કુલ પુરવઠામાં 45 ટકા હિસ્સો ધરાવે છે. મિડ-સેગમેન્ટ પ્રોપર્ટીઓ માટે મકાનોની માગ અને પુરવઠો અનુક્રમે 41 ટકા અને 45 ટકા છે.