શહેરમાં અગરબત્તીનું કારખાનું ધરાવતા કારખાનેદારને ત્યાં પાંચ વર્ષથી નોકરી કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કારખાનેદારનું બેંક એકાઉન્ટ બારોબાર વેચી નાખ્યું હતું, વેચાયેલા એકાઉન્ટમાં ફ્રોડના કરોડો રૂપિયા જમા થતાં અને કર્ણાટકના બાલાપુરથી નોટિસ મળતાં કૌભાંડનો ભાંડાફોડ થયો હતો, પોલીસે સીએ સહિત બેની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કોઠારિયા રોડ પરની રામેશ્વર ગોલ્ડ સોસાયટીમાં રહેતા અને લોઠડામાં નર્મદા અગરબત્તી નામે કારખાનું ધરાવતાં કૃપાલીબેન શરદભાઇ ચોથાણી (ઉ.વ.23)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશ્વિન બટુક હિરપરા અને રાજકોટના અરજણ વિઠ્ઠલ આસોદરિયાના નામ આપ્યા હતા, કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અગરબત્તીનું કારખાનું ચલાવે છે તેમના પતિના નામે પણ કુબેરજી અગરબતી નામનું કારખાનું છે અને તેમના બંને કારખાનામાં અશ્વિન હિરપરા સીએ તરીકે કામ કરે છે. ગત તા.1 ઓગસ્ટના તેમના પતિ શરદભાઇ ચોથાણીએ નર્મદા અગબરત્તીના નામે આઇસીઆઇસીઆઇ બેંકનું ખાતું ખોલાવ્યું હતું,