Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દૂધ અને દૂધ સાથે જોડાયેલાં ઉત્પાદનોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા વિકલ્પો આવી ગયા છે. આમ છતાં પણ છોડમાંથી બનાવવામાં આવેલાં ઉત્પાદનો ડેરીની તુલનાએ ન આવી શકે. ગુડ ફૂડ ઇન્સ્ટિટયૂટ (GFI)ના અહેવાલ મુજબ સોયાબીન, બદામ અને ઓટ્સ જેવી વસ્તુઓથી બનેલા છોડ પર આધારિત દૂધના પીણાં અમેરિકાના બજારમાં કુલ દૂધના વેચાણના 15% અને પશ્ચિમી યુરોપમાં 11% હિસ્સો બને છે.


70 લાખ કરોડ રૂપિયાના વૈશ્વિક ડેરી બજારનો ભાગ બનવાની આશા સાથે હવે કેટલીક કંપનીઓ ગાય કે છોડ વગર નવી પદ્ધતિથી દૂધ બનાવી રહી છે. સિન્થેટિક ડેરીની આ કંપનીઓ જૈવ-રાસાયણિક પ્રક્રિયાથી દૂધ બનાવી રહી છે. એક ખાસ ટાંકીમાં ખાંડ અને પાણીની વચ્ચે કેટલાક બેક્ટેરિયા રાખવામાં આવે છે. આ બેક્ટેરિયા થોડા સમય પછી નિયંત્રિત વાતાવરણમાં ખાંડને દૂધના પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે.

આ પ્રકારના દૂધના ફાયદા પણ છે. લેક્ટોસ, જેનાથી ઘણા લોકોને એલર્જી અને હાર્મોન, જે કેટલાક વયસ્ક રોગો સાથે સંકળાયેલા છે તેને આ રીતે દૂધમાંથી બહાર કાઢી શકાય છે. ખાદ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તન અંગે વધી રહેલી ચિંતાના આ સમયમાં તે ઉપયોગી છે. તેમાં ઓછા પાણીનો ઉપયોગ થાય છે. પરંપરાગત ડેરી ઉત્પાદનની સરખામણીએ આમાં ઓછી ઊર્જા અને જગ્યાની જરૂર પડે છે.