Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ-બીએની પરીક્ષામાં છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂ. 500ની પેનલ્ટી કરી છે. કારણ કે, તેમણે પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેમાં એક વિદ્યાર્થીએ ઉત્તરમાં કામસૂત્રની વાર્તા લખી છે તો બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની પ્રેમ કહાની લખી છે. જ્યારે ચાર વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ, પ્રોફેસર અને મેડમના નામ સાથે ગાળો લખી છે. યુનિવર્સિટીએ 6 વિદ્યાર્થીનું હિયરિંગ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે.


યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો: ઘણા વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખે છે અને તે કિસ્સા વારંવાર આવ્યા છે. જે દર્શાવે છે કે તે વિદ્યાર્થીનું માનસિક સંતુલન નથી. જેથી હવે કોઈ પણ વિદ્યાર્થી અભદ્ર ભાષા લખશે તો તેને રૂ. 1000નો દંડ થશે અને મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પ્રિન્સિપાલેને આપવાનું રહેશે. આ સર્ટિફિકેટ પરીક્ષા વિભાગમાં જમા કરાવશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

કેસ-1ઃ બીએની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ પ્રશ્નના ઉત્તરમાં કામાસૂત્ર વાર્તા લખી છે. જેમાં તેણે આખી વાર્તાને વિસ્તૃ માં વર્ણન કરાવતી લખી છે. જે વિદ્યાર્થીનું અમે હિયરિંગ કરીને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કર્યો છે.

કેસ-2ઃ બીકોમના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની જ ક્લાસમાં ભણતા મિત્રના નામ અને રોલ નંબર સાથે પ્રેમ કહાની લખી હતી. જેથી જે વિદ્યાર્થીએ લેખિતમાં માફી માંગી હતી. જેથી અમે તે વિદ્યાર્થીને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 પેનલ્ટી કરાઈ છે.

કેસ-3: બીકોમના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પ્રશઅનના ઉત્તર લખવામાં ગાળો ભાંડી છે. જેમાં કોઈએ પ્રિન્સિપાલના નામ સાથે ગાળો લખી છે તો કોઇએ પ્રોફેસરો અને મેડમના નામ સાથે ગાળો લખી છે. જે વિદ્યાર્થીઓએ પણ લેખિતમાં માફી માંગતા અમે તેમને માફ કરતા તક આપી છે. ઉપરાંત જે તે વિષયામં શૂન્ય માર્ક્સ સાથે રૂ. 500 દંડ કરાયો છે.