ઈઝરાયલની એમ્બેસીએ ભારતીય યુટ્યુબરના વાયરલ થયેલા વીડિયોને નકલી ગણાવ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય યુટ્યુબર્સને ઈઝરાયેમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઈઝરાયલની એમ્બેસીએ ભારતીય લોકોને આ સમાચારની હકીકત તપાસવાની અપીલ કરી છે.
વાસ્તવમાં, યુટ્યુબર શુભમ શર્માનો વીડિયો થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. ઘણા એકાઉન્ટ્સ વીડિયોને ચેક કર્યા વગર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા હતા. ઈઝરાયલ એમ્બેસીએ કહ્યું છે કે શુભમ ઈઝરાયલમાં નાઈટ લાઈફ માણી રહ્યો હતો. તેણે આનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે.
પરંતુ કેટલાક લોકોએ અધૂરી ક્લિપ્સ કાપીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. અમે અમારા ભારતીય ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ.