પાકિસ્તાનના હૈદરાબાદમાં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે એક હિન્દુ ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી. 60 વર્ષીય ડૉ. ધરમ દેવ રાઠી સ્કીન સ્પેશિયાલિસ્ટ હતા. તેની હત્યા તેના ડ્રાઈવર હનીફ લેઘારીએ કરી હતી અને તે હાલ ફરાર છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના મૃત્યુના થોડા સમય પહેલાં ડૉ. ધરમ દેવે તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી. આ વાતથી તેનો ડ્રાઇવર હનીફ ગુસ્સે થયો હતો અને તેણે ઘરે પરત ફરતાં ડોક્ટરનું ગળું દબાવીને હત્યા કરી હતી.
ડો.રાઠી પાકિસ્તાનમાં હૈદરાબાદની સિટીઝન કોલોનીમાં રહેતા હતા. ઘટના સમયે તેમનો રસોયો દિલીપ ઠાકુર પણ રસોડામાં હાજર હતો. જોકે, જ્યારે હનીફે ડૉક્ટરને માર્યા ત્યારે તે રૂમમાં નહોતો. બાદમાં તે રૂમમાં પહોંચ્યો અને પછી પોલીસને ફોન કર્યો.
SSP અમજદ શેખે મીડિયા સાથે વાત કરતા આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આરોપી હનીફની શોધ ચાલી રહી છે. કૂકે પોલીસને જણાવ્યું કે જ્યારે ડૉ. રાઠી હોળીની ઉજવણી પછી ઘરે પરત ફર્યા ત્યારે હનીફે તેની સાથે લાંબા સમય સુધી દલીલ કરી.