Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવ માસ પહેલા અમરેલી સિવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારીના પરિણામે મોતીયાનુ ઓપરેશન કરાવનાર દર્દીઓએ આંખ ગુમાવ્યાના કેસમા તપાસ કમિટીના અહેવાલના આધારે રાજય સરકારે આજે આકરા પગલા લઇ શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત અનેક શિક્ષાત્મક પગલા જાહેર કરી પીડિતોને વળતરનો પણ હુકમ કર્યો છે. આખરે અંધાપાકાંડમા અમરેલી સિવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારી તપાસમા ખુલીને સામે આવી છે. જે તે સમયે હોસ્પિટલના સતાધીશોએ આ ઘટનાને છુપાવવા ધમપછાડા કર્યા હતા.


એક પછી એક 12 દર્દીઓ આ અંધાપાકાંડનો ભોગ બન્યા
એટલુ જ નહી દ્રષ્ટિ ગુમાવનારા પીડિતો પ્રત્યે સંવેદના વ્યકત કરવાના બદલે તેમની કોઇ મદદ કરાઇ ન હતી. પરંતુ સરકારે આખરે જવાબદારોનો કાન પકડયો છે. નવ માસ પહેલા અમરેલી સિવીલમા મોતીયાના ઓપરેશન કરાવનાર દર્દીઓની આંખો ધડાધડ ખરાબ થવા લાગી હતી. એક પછી એક 12 દર્દીઓ આ અંધાપાકાંડનો ભોગ બન્યા હતા. અમરેલી સિવીલ હોસ્પિટલમા તારીખ 16/11/22થી તારીખ 23/11/22 સુધીના સમયગાળામા ઓપરેશન બાદ આ 12 દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હતી. જે ઘટના છુપાવાઇ હતી.

સર્જન અને સ્ટાફની ભુલો પણ સામે આવી
આ અંગે મામલો બહાર આવ્યા બાદ ઇન્કવાયરી કમિટી રચવામા આવી હતી જેણે રાજ્ય સરકારને રીપોર્ટ સોંપ્યો હતો. જેમા માળખાકીય સુવિધાની ખામી, દવા વપરાશ અને સાધન સામગ્રી પણ ખામીયુકત હોવાનુ ફલિત થયુ હતુ. ઉપરાંત સર્જન અને સ્ટાફની ભુલો પણ સામે આવી હતી. જેને પગલે સરકારે હોસ્પિટલને પાંચ કરોડનો દંડ, સંપુર્ણ દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને 10 લાખનુ વળતર, આંશિક દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને 5 લાખનુ વળતર તથા સારવાર બાદ સાજા થયેલા દર્દીને 2 લાખનુ વળતર મેડિકલ કોલેજ દ્વારા ચુકવાય તેવો હુકમ કર્યો હતો. સરકારે જવાબદાર તબીબ સામે કડક પગલા લેવા પણ આદેશ કર્યો છે.