મેષઃ-
પોઝિટિવઃ- આ સમયે પરિવર્તનદાયક ગ્રહ સ્થિતિ રહેશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને કોઇપણ પ્રકારની ભૂલ થવાથી બચાવશે. જો ઘરની દેખરેખને લગતી કોઇ યોજના બની રહી છે તો તે કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ છે.
નેગેટિવઃ- સાસરિયા કે મોસાળ પક્ષ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહી. આ સમયે બહારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો, કેમ કે તેનાથી કોઇપણ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં અને મન પણ ખરાબ થશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઈગોના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- એસિટિટીની સમસ્યા પરેશાન કરશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત ગતિવિધિઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે થોડી યોજનાઓ બનાવશો અને સફળ પણ રહેશો. સમાજ તથા નજીકના સંબંધો વચ્ચે તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થવાની પણ શક્યતા છે. કોઇપણ પ્રકારની પરેશાની આવે ત્યારે ઘરના સભ્યોની સલાહ જરૂર લેવી.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને વ્યવસ્થિત રાખવા માટે તમારી હાજરી ત્યાં હોવી જરૂરી છે.
લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ અને સલાહ તમારા મનોબળને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિત્વને વધારે નિખારવાની કોશિશ કરશો, જેનું પોઝિટિવ પરિણામ પણ મળશે. બાળકોની ભાવનાઓને સમજીને તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.
નેગેટિવઃ- કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિની દખલના કારણે તમારા કાર્યોમાં થોડી મુશ્કેલી આવી શકે છે. અન્યની જગ્યાએ તમારી કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. યુવા વર્ગ સોશિયલ મીડિયા અને ફાલતૂ વાતોમાં ધ્યાન આપે નહીં, તેની અસર કરિયર ઉપર પડી શકે છે.
વ્યવસાયઃ- જો નવા કામને શરૂ કરવા કે વર્તમાન કામનો વિસ્તાર કરવાને લગતું પ્લાનિંગ ચાલી રહ્યું છે, તો સમય અનુકૂળ છે.
લવઃ- ઘરના સભ્યો વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ અને સિઝનલ બીમારીઓથી બચીને રહેવું.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ તથા ઊર્જા અનુભવ કરશો. જોકે, થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તેનું સમાધાન પણ મળશે. અંગત સંપર્કોના માધ્યમથી કોઇ લાભદાયક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.
નેગેટિવઃ- જી.એસ.ટી, ઇનકમ ટેક્સ વગેરેને લગતા અધૂરા કાર્યો તરત જ પૂર્ણ કરવાની કોશિશ કરો, કેમ કે કોઇપણ પ્રકારની ઇન્ક્વાયરીની શક્યતા છે. ઉચ્ચ શિક્ષા હેતુ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને કોઇ પ્રકારનું વિઘ્ન આવી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં ભાગ્યોદય કારક યોગ બની રહ્યા છે.
લવઃ- પ્રેમ પ્રસંગોમાં લગ્ન માટે પારિવારિક મંજૂરી મળવાથી માનસિક સુકૂન મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડા સમયથી અવ્યવસ્થિત દિનચર્યાના કારણે વજન વધવું અને આળસ જેવી સ્થિતિ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- અધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો, તમારા કાર્યો સફળ થશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદ દૂર થવાથી સંબંધોમા મધુરતા આવશે.
નેગેટિવઃ- આળસ તથા તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. નકારાત્મક લોકો સાથે સમય પણ ખરાબ ન કરો, તેનાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. તમારી યોજનાઓ તથા ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા જીવનમાં થોડા વિશેષ પરિવર્તન લાવી રહ્યું છે, જે સારું સાબિત થશે. સમયનો સદુપયોગ કરવો પણ તમારી કાર્ય ક્ષમતા ઉપર જ નિર્ભર કરે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ અસમંજસની સ્થિતિમાં કોઇ નજીકના વ્યક્તિની સલાહ લેવી.
નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યવસ્થાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો. સામાજિક ગતિવિધિઓમાં પણ હાજરી જરૂરી છે. તમારો ગુસ્સો તથા આવેશ બનતા કાર્યોમાં પરેશાની ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ- આ સમયે કાર્યને લગતી નવી નીતિઓ ઉપર ચર્ચા-વિચારણાં થશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- વાઇરલ તાવ અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- સમય પડકારભર્યો રહેશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે. અભ્યાસમાં યોગ્ય સમય પસાર થશે.
નેગેટિવઃ- ક્યારેક થોડા નકારાત્મક વિચાર આવી શકે છે. એટલે થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરવાથી માનસિક સુકૂન મળશે. આર્થિક મામલે બજેટનું ખાસ ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે ઘરને પ્રાથમિકતા આપશો.
સ્વાસ્થ્યઃ- ઘરના વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ઘરમાં કોઇ માંગલિક તથા શુભ આયોજનની યોજના બનશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતાથી પણ રાહત મળી શકે છે. કોઇ લાભની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે.
નેગેટિવઃ- કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો પડકારભર્યો રહેશે તમારા થોડા નજીકના લોકો જ તમારા માટે વિઘ્ન ઊભા કરી શકે છે. અન્યની વાતોમાં ન આવીને તમારી આવડત ઉપર જ વિશ્વાસ રાખો.
વ્યવસાયઃ- રાજકીય સેવા કરતા વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.
લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં પણ કોઇ પ્રકારની પરેશાની રહેશે નહીં.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે કામકાજમાં વ્યસ્તતા સિવાય પરિવાર તથા મિત્રો સાથે મોજ-મસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે. તમારા દ્વારા કરવામાં આવેલ કોઇ મહત્ત્વપૂર્મ કામ વખાણવા લાયક રહેશે.
નેગેટિવઃ- કાયદાને લગતા મામલે બેદરકારી ન કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. આર્થિક સ્થિતિમાં કોઇ ખાસ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઇ શકશે નહીં. એટલે રોકાણને લગતી ગતિવિધિઓને ટાળો તો યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરમાં ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ શોધી શકશે.
સ્વાસ્થ્યઃ- વાયુને લગતી પરેશાની રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરમા મહેમાનોની અવર-જવર રહેશે. મિત્રો તથા પરિજનો તરફથી ચાલી રહેલી કોઇ ચિંતાનું પણ સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓને કોઇ નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળશે.
નેગેટિવઃ- કોઇ વિશેષ મુદ્દા અંગે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર નાની વાત ઉપર વાદ-વિવાદ ઊભો થઇ શકે છે. અનુભવની ખામીના કારણે કોઇપણ કામ હાથમાં લેશો નહીં.
વ્યવસાયઃ- વેપારમાં લીધેલાં નિર્ણયમાં શરૂઆતમાં મુશ્કેલી આવી શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજામાં ચાલી રહેલી ગેરસમજનું નિવારણ સમય રહેતાં કરી લેવું.
સ્વાસ્થ્યઃ- ખાસ કરીને વાહન સાવધાની પૂર્વક ચલાવવું.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય છે. અભ્યાસના કાર્યોમાં રસ વધશે. કોશિશ કરવાથી મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારી દ્વારા કોઇપણ પરેશાનીથી બહાર આવી શકાય છે.
નેગેટિવઃ- આજે સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓમાં થોડું અંતર જાળવી રાખો, કેમ કે કોઇ પ્રકારની બદનામી તમારા માથા ઉપર પડી શકે છે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં ખર્ચ વધારે રહેશે.
વ્યવસાયઃ- નેટવર્કિંગ તથા સેલ્સમાં કામ કરતા લોકોને સારી તક મળી શકે છે.
લવઃ- પારિવારિક લોકોને પોતાના ઘરના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. પરિશ્રમ અને મહેનત વધારે રહેશે પરંતુ કાર્ય વિના કોઇ વિઘ્ન પૂર્ણ થઇ જશે. તમે તમારા કોઇ હુનરને નિખારવા માટે થોડો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરશે.
નેગેટિવઃ- ઘરના સભ્યોની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ તથા વૈચારિક વિરોધના કારણે કામમાં ગતિરોધની સ્થિતિ રહેશે. આર્થિક મુશ્કેલીઓ તથા પરેશાનીઓ દરેક કામમાં આડે આવી શકે છે.
વ્યવસાયઃ- ખાસ કરીને પાર્ટનરશિપના કાર્યોમાં લાભદાયક સ્થિતિ બનશે.
લવઃ- લગ્નજીવનમાં મધુરતા આવશે.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી થવાથી ચિંતા રહી શકે છે.