Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સિડનીમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર-12 મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ પાકિસ્તાનની ટીમ પણ હવે ગ્રુપ-2માં સેમિફાઈનલની રેસમાં આવી ગઈ છે. વરસાદના કારણે સાઉથ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ચેઝ કરવા માટે સાઉથ આફ્રિકાએ 14 ઓવરમાં 9 વિકેટે 108 રન જ બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેપ્ટન બાવુમાએ 19 બોલમાં 36 રન કર્યા હતા. તો એડન માર્કરમે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ શાહિન શાહ આફ્રિદીએ 3 વિકેટ ઝડપી હતી. તો શાદાબ ખાને 2 વિકેટ લીધી હતી. શાદાબ ખાનને તેના ઓલરાઉન્ડ દેખાવ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન શાદાબ ખાને બનાવ્યા હતા. તેણે 22 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન શાદાબે 4 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા. તે જ સમયે, ઇફ્તિખાર અહેમદે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી એનરિક નોર્કિયાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.