Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત બુધવારે (19 જુલાઈએ) મોડી રાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9-9 લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યાર બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન 24મી જુલાઈએ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો હતો. ત્યારે આરોપી તેના પિતા સાથે જેલમાં છે ત્યારે પોલીસે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસે 27 જુલાઈએ 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે.


તથ્ય સામે 308ની કલમ દાખલ કરવામાં આવી
આવતી કાલે સવારે 11 વાગ્યે 5000 પાનાની ચાર્જશીટ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. તથ્ય મામલે dna રિપોર્ટ હાલ મળી ગયો છે. પોલીસ તે જોઈને સબમિટ કરશે.

અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન બનાવ્યો છે. આવતી કાલથી ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવશે. શહેરના એસ જી રોડ , સી જી રોડ , નારણપુરા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. નો પાર્કિંગ ઝોન અને રોંગ સાઈડ ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા સતત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. ક્રેન અને બીજા સાધનોની મદદથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ, લારી ગલ્લા અથવા જે ખોટા સેડ ઊભા કરવામાં આવ્યા છે, તેને અમદાવાદમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવશે.