Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય ટીમ દિલ્હી ટેસ્ટમાં જીતથી માત્ર 58 રન દૂર છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 121 રનના ટાર્ગેટને ચેઝ કરતાં એક વિકેટના નુકસાને 63 રન બનાવી લીધા છે. ચોથા દિવસ સ્ટમ્પ્સ સમયે કેએલ રાહુલ 25 રન અને સાઈ સુદર્શન 30 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંને વચ્ચે 54 રનની ભાગીદારી પૂરી થઈ ચૂકી છે. ભારતની એકમાત્ર વિકેટ યશસ્વી જયસ્વાલ (8 રન)ના રૂપમાં પડી હતી.


આની પહેલાં, ફોલોઓન થયેલી ટીમ બીજી ઇનિંગ્સમાં 390 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જસ્ટિન ગ્રીવ્સ (50 રન) અને જેડન સીલ્સ (32 રન)એ 10મી વિકેટ માટે 113 બોલમાં 79 રનની મોટી ભાગીદારી નોંધાવી.

એક સમયે વેસ્ટ ઇન્ડીઝ પર ઇનિંગ્સથી હારનું જોખમ મંડરાઈ રહ્યું હતું. જોન કેમ્પબેલ (115 રન) અને શાઈ હોપ (103 રન) એ સદી ફટકારીને ઇનિંગ્સ હાર ટાળી દીધી. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી. આ બન્ને બેટર્સના આઉટ થયા પછી અન્ય બેટર્સ બરાબર રમી શક્યા નહીં.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી. મોહમ્મદ સિરાજને બે વિકેટ મળી, જ્યારે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી. આ પહેલાં મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ 248 રન બનાવીને પહેલી ઇનિંગ્સમાં સમેટાઈ ગયું હતું. ભારતે પહેલી ઇનિંગ્સ 518/5ના સ્કોર પર ડિક્લેર કરી હતી, જેના આધારે વેસ્ટ ઇન્ડીઝને ફોલોઓન રમવું પડ્યું હતું.