વિશ્વમાં જ્યારથી જેનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) લોકપ્રિય થયું છે, લગભગ દરેક સેક્ટરમાં તેના પ્રભાવશાળી ઉપયોગનો અવકાશ જોવા મળી રહ્યો છે. તેમાં હવે બેન્કિંગ સિસ્ટમ પણ સામેલ છે. વિશ્વની મોટી બેન્ક એ જાણવામાં વ્યસ્ત છે કે જેનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. કેટલાક લોકોને સ્માર્ટ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે કે પછી કેટલાક લોકોને માત્ર ઉચ્ચ મૂલ્ય વાળા કામ કરવા માટે રાખવામાં આવે અને એઆઇનો ઉપયોગ ડેટાને વધુ ઝડપથી પ્રોસેસ કરવા ઉપરાંત ખર્ચ ઘટાડવા માટે કરવામાં આવે.
દરેક બેન્કને એ ડર સતાવી રહ્યો છે કે તેમની હરીફ બેન્ક તેમની પહેલા એઆઇ મારફતે ઉત્કૃષ્ટ પ્રદર્શન ન કરે. જો કે કેટલીક વેન્ચર કેપિટલ કંપનીઓને એઆઇના ઉપયોગથી જોડાયેલા કેટલાક ખતરા પણ જોવા મળી રહ્યા છે. આંદ્રેસન હોરોવિટ્ઝના જનરલ પાર્ટનર એન્જેલા સ્ટ્રેંઝ કહે છે કે શું થશે જો બેન્કોના ગ્રાહકોના હાથમાં એઆઇ આવી જાય અને સિમ્પલ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ પર બેસ્ટ રેટમાં ખરીદીનું કામ ઑટોમેશન મોડમાં વધુ ઝડપ સાથે થવા લાગે.
સંભવત: વધુ સમય નહીં લાગે, જ્યારે જેનરેટિવ એઆઇ બૉટ વધુ દક્ષતાની સાથે આપણા પૈસાની સંભાળ રાખી શકશે. જેન ઝેડ અને સ્માર્ટફોનની સાથે ઉછરેલી અને મોટી થયેલી યુવા પેઢી ખાસ કરીને વર્ષ 2008 અને 2023માં બેન્કિંગ સંકટને ધ્યાનમાં રાખતા કોઇ બેન્ક પર ભરોસો કરવાને બદલે પૈસાની સંભાળ માટે સર્વશ્રેષ્ઠ એન્જિનિયરો પર ભરોસો કરવાની વધુ સંભાવના રાખે છે. તે ખાસ કરીને એ હજારો બેન્કો માટે વધુ પડકારજનક હશે જે પ્રાસંગિક બની રહેવા માટે જરૂરી ટેક્નોલોજીનો ખર્ચ ઉઠાવી શકતી નથી.