Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશનો આર્થિક વૃદ્ધિદર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 4.6 ટકા રહેશે તેવો અંદાજ SBI ખાતેના અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા તેના માટે 30 જેટલા સૂચકાંકો ગત ક્વાર્ટરની તુલનાએ અપેક્ષા કરતાં ઓછા મજબૂત હોવાનું કારણ આપવામાં આવ્યું છે. પરંતુ આ અનુમાન RBIના ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના 4.4 ટકાથી વધુ છે. બીજી તરફ નબળા કોર્પોરેટ પરિણામોને કારણે પણ અનુમાન ઘટાડવામાં આવ્યું છે.


ઓપરેટિંગ નફો પણ ત્રીજા ક્વાર્ટર દરમિયાન મંદ દરે એટલે કે 9 ટકાના દરે વધ્યો હતો જે ગત વર્ષના સમાન સમયગાળાના 18 ટકાની તુલનાએ અડધો છે. નેટ વેચાણ 15 ટકા છતાં બોટમ લાઇન 16 ટકા સાથે નીચે હતો તેવું ગ્રૂપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું. જો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી વૃદ્ધિદર અગાઉના 6.8 ટકાના અનુમાન કરતાં 7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2020, 2021 અને 2022 માટે જીડીપીના આંકડાઓમાં ફેરફાર કરવા જઇ રહી છે.