Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 5,451 કરોડનો ચોખ્ખો નફો (એકિતકૃત ચોખ્ખો નફો) કર્યો છે. વાર્ષિક ધોરણે તેમાં 22%નો ઘટાડો થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 7,025 કરોડનો નફો કર્યો હતો.


ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 11.36 લાખ કરોડ હતી. ટાટા મોટર્સે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 11.06 લાખ કરોડની આવક નોંધાવી હતી. વાર્ષિક ધોરણે તેમાં 2.71%નો વધારો થયો છે. માલસામાન અને સેવાઓના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમને આવક કહેવાય છે.

ટાટા મોટર્સની કુલ આવક 3% વધી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાટા મોટર્સની કુલ આવક વાર્ષિક ધોરણે 3% વધીને રૂ. 11.54 લાખ કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 11.21 લાખ કરોડ રૂપિયા હતી.

ટાટા મોટર્સનો શેર આજે 3% વધ્યો પરિણામો પહેલાં, ટાટા મોટર્સનો શેર બુધવારે (29 જાન્યુઆરી)ના રોજ 3.65%ના વધારા સાથે રૂ. 754.80 પર બંધ થયો હતો. કંપનીનો શેર એક મહિનામાં 2.88% વધ્યો છે અને 6 મહિનામાં 32.85% ઘટ્યો છે. કંપનીના શેર એક વર્ષમાં 10% ઘટ્યા છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપ રૂ. 2.77 લાખ કરોડ છે.